Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajdip Parmar

Inspirational

3  

Rajdip Parmar

Inspirational

મહિમા એટલે શું

મહિમા એટલે શું

1 min
124


શરૂ છે બધાની વાતોમાં ભક્તિની મહિમા 

ક્યાંક કૃષ્ણ તો ક્યાંક મહાદેવની મહિમા,


અંધાર છે ત્યાં જ્યાં નથી મહિમા 

રહે છે મારા તો દિલમાં મહિમા,


મુસલમાન કે હિન્દુ હોય બધાની નજરમાં છે મહિમા 

પ્રેમનો બીજો અર્થ છે ને ભક્તિનો પહેલો શબ્દ એટલે મહિમા,


નામ હોય કોઈનું એવું ન હોય કે તેમાં હોય મહિમા 

માણસની પ્રેમ ભરી દૃષ્ટિમાં છે મહિમા


અંધારામાં પ્રકાશ આપે તેનો અર્થ મહિમા 

ભગવાન સાથે જકડી રાખે તેનો અર્થ મહિમા,


ઘમંડ, ઈર્ષા, અંધશ્રદ્ધાને દબાવી દે તે મહિમા

વિશ્વાસ એટલે મહિમાને આસ એટલે મહિમા,


શબ્દનો અર્થે અર્થ એટલે મહિમા 

ભગવાનની રમત એટલે મહિમા,


રાજદીપને કવિતા સાથે જકડી રાખે તે મહિમા 

નિર્જીવ મૂરતને પણ ભગવાન બનાવે તે મહિમા,


શરૂ છે બધાની વાતોમાં ભક્તિની મહિમા 

ક્યાંક કૃષ્ણ તો ક્યાંક મહાદેવની મહિમા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational