શુભકામના
શુભકામના
આવ્યો રે શુભદિન મારા આંગણે
લાવ્યો તમારા જન્મદિવસ વધામણા
તમને જન્મદિવસની ઘણી શુભકામના રે,
આશિષ દેવી દેવતા તમે સૌ આપજો
સુખમાં રહે મારી બેનીનો જીવલડો
તમને જન્મદિવસની ઘણી શુભકામના રે,
માતા-પિતાના આજે હરખે હૈયાં
તેના દિલમાં રે ખુશીના છલકે છૈયા
તમને જન્મદિવસની ઘણી શુભકામના રે,
સુખ ને દુઃખથી ભરેલી જિંદગી
દુઃખ કેરી આવે ન ઠેસલડી એવી બંદગી
તમને જન્મદિવસની ઘણી શુભકામના રે.