Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sheetal Bhatiya

Inspirational Others

3  

Sheetal Bhatiya

Inspirational Others

હે ! માતૃભૂમિ!

હે ! માતૃભૂમિ!

1 min
640


જન્મ થયો મારો જે ધરતી પર,

એ માટી તો અદમ્ય સોહે નિરાળી !

રોમરોમે વહે રક્ત તારું જ,

ને મળી હર્યાભર્યા જીવનની હરિયાળી ! 

હે ! માતૃભૂમિ !


તારો જ પ્રાણવાયુ ને અન્ન તારું,

મુજને તે અવિરત પોષી લીધું !

તારાથી દૂર જવાની વાતે તો,

મારા તન-મનને કેવું શોષી લીધું !

હે ! માતૃભૂમિ !


તારે ત્યાં ઉછરીને મુજને,

જે સાચા હદય સંસ્કાર મળ્યા !

એને જ મારી ફિતરત બનાવી,

તો બમણાં થઈ એ પાછા વળ્યા ! 

હે ! માતૃભૂમિ !


આ ઘડી તો હું તુજથી દૂર છું,

મા !તને મળવાની અતિશય ચાહ !

તારા સ્મરણોને ચુમી આજ ઝુમી લઉં !

મા ! જાણી લે મારી ભીતરની આહ

હે ! માતૃભૂમિ !


નયનો મારા કરે પલકારા,

તારા અનુપમ દૄશ્યની વણઝારમાં !

ન રહેવાય હવે ! હું આવું સમીપ,

તુંયે આવ 'સ્વપ્નીલ'ની સ્વપ્નઝલક શણગારમાં !

હે ! માતૃભૂમિ !


વંદન મારું ને ચંદન તારું,

નમું તુજને હે ! મા ! માતૃભૂમિ ! 


Rate this content
Log in