હે...મા
હે...મા
હે મા...તારા ઉદર થકી જીવન મળ્યું
મને સુંદર સૃષ્ટિનું અનેરું દર્શન મળ્યું,
હે...મા તુજથી સંસારનું સુખ સઘળું
તુજ વિના સકળ વિશ્વમાં અંધારું,
હે...મા સહારો તારો મીઠો મળ્યો
જિંદગીમાં સ્નેહનો અમી ઘૂંટડો મળ્યો,
હે...મા પ્રેમથી સાથ આપ્યો એવો
જિંદગીનો સહારો મળી ગયો અનેરો,
હે...મા જિંદગીમાં મારી મીઠાશ ભર્યું
મુજ જીવનનું ધરતી પર અવતરણ ફળ્યું.