હે હરિ
હે હરિ
ભક્તના ઉર પોકારે તારે આવવાનું નક્કી,
નયનની એ અશ્રુધારે તારે આવવાનું નક્કી,
હોય ભલેને કામ હજારો કરવાના હો બાકી,
નિજજનના દિલતારે તારે આવવાનું નક્કી,
છે હકીકત હરિવર તને ના ભૂલે ભક્ત કદી,
તારું નામ જ્યાં ઉચ્ચારે તારે આવવાનું નક્કી,
હોય પૂરો વિશ્વાસ પરસ્પર ના હો ડગમગને,
એની ઉરવેદના આધારે તારે આવવાનું નક્કી,
થશે રાજી ઊભય સન્મુખ એકમેકને નિરખી,
પ્રેમ પરાકાષ્ઠા અવતારે તારે આવવાનું નક્કી.
