હારીને જીતી જઈએ
હારીને જીતી જઈએ


કોઈને ગમે એવું કરવા દઈએ,
આપણે અણગમતાને ગમતું કરીએ,
કોઈના માટે તો મનગમતું કરીએ,
થોડું બોલીએ પણ મીઠું બોલીએ,
ચાલ, હારીને જીતી જઈએ.
પળ બે પળનો સથવારો મળે,
કોઈનું આખું જીવતર ફળે,
કદીક અણધાર્યું ગમતું બને,
રસ્તામાં ક્યાંક ભગવાન મળે,
ચાલ, હારીને જીતી જઈએ.
ખુદ કરતાં બીજા બીજા વધારે ગમે,
ભીતરથી મીઠી વીરડી ઝમે,
દિલના ખૂણે બાળક રમતું રહે,
તો જિંદગી હસતી ગમતી વીતે,
ચાલ, હારીને જીતી જઈએ.