STORYMIRROR

Harshida Dipak

Inspirational

4  

Harshida Dipak

Inspirational

ગુરુ વંદના

ગુરુ વંદના

1 min
27.5K


ગુરુવર તારી મીઠી છાયા..!

જીવન નૈયા પાર ઉતારે એવી તારી માયા ....!

ગુરુવર તારી મીઠી છાયા.....!


અગમ - નિગમમાં અટવાતો હું ભવભવથી કાં ભટકું,

ગુરુ નામની જ્યોત જલાવી અડધે રસ્તે અટકું,

ગુરુવર પ્રેમ તત્ત્વની કાયા....!

તારી પાછળ હાલીને હું પહેરું છું પડછાયા .....!

ગુરુવર તારી મીઠી છાયા...!


પુણ્ય કમાવા નથી જવાનું ચારો તીરથ ધામ,

રાગ - દ્વેષ આ દૂર થશે જો લેશો ગુરુનું નામ,

ગુરુવર અંતરના ઓછાયા...!, .

શબ્દે શબ્દે ગુરુ તમે તો અમૃતનાં જળ પાયાં .....,

ગુરુવર તારી મીઠી છાયા....!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational