STORYMIRROR

Manishaben Jadav

Inspirational

4  

Manishaben Jadav

Inspirational

ગરીબોએ ઉજવવી દિવાળી

ગરીબોએ ઉજવવી દિવાળી

1 min
266

જ્યાં બે ટંક ખાવાનું મેળવવું મુશ્કેલ

એમાં શું મીઠાઈની વાત પણ કરવી છે યોગ્ય

આમાં કેમ ઉજવવી ગરીબોએ દિવાળી....!


જ્યાં અમીરો પંદર દિવસ કરે ઘરની સફાઈ

અમારે તો રહેવા ઝૂંપડી શોધવી કઠિન

આમાં કેમ ઉજવવી ગરીબોએ દિવાળી....!


આમ પણ ખૂટે છે રંગો ઘણાં જીવનના

દિવાળીની રંગોળી કેમ કરી પૂરવી જીવનમાં

આમાં કેમ ઉજવવી ગરીબોએ દિવાળી...!


 જ્યાં શરીરને ઢાંકવા પૂરતા કપડાં પડે ઓછાં

 નવા કપડાંની જોડી લેવાની કેમ મૂકવી વાત 

 આમાં કેમ ઉજવવી ગરીબોએ દિવાળી....!


જ્યાં અમીરોના ઘરમાં ફૂટે છે ફટાકડાં મોટાં મોટાં

અમારે તો આખી જિંદગી જ છે ફટાકડાં સમાન

આમાં કેમ ઉજવવી ગરીબોએ દિવાળી...!


જ્યાં અંધારું દૂર કરવા મળવી મુશ્કેલ રોશની

 ત્યાં દીવડા પ્રગટાવીને રોશની કેમ કરવી ?

આમાં કેમ ઉજવવી ગરીબોએ દિવાળી...!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational