STORYMIRROR

Dr Sharad Trivedi

Romance

4  

Dr Sharad Trivedi

Romance

ગઝલ

ગઝલ

1 min
344

હવે વાત એ ક્યાં રહી છે અજાણી,

હું ચંપો છું ને, છો તમે રાતરાણી,


બચાવી શકે ના ખુદા પણ હવે તો,

પ્રણય પૂરમાં એ મને જાય તાણી,


હવે પ્રશ્નના પ્રેમમાં હારવાનો,

હું એને ગમું છું, તમે પણ લ્યો જાણી,


તમે જે  કહી'તી મને વારતાઓ,

તે સઘળી છાપામાં જો આજે છપાણી,


સજાવી મહેફિલ સિતારાની કોણે ?

ગગનમાં કરે કોણ શાની ઉજાણી,


જોને સાવ સુકકો હું સહારા સમો છું,

થા વાદળ અષાઢી, વરસ થઈને પાણી,


અમે દોસ્ત લોહીનું પાણી કર્યું છે,

પછીજ મળી છે ગઝલ નામે રાણી,


'શરદ'ની ગઝલને વિષય પણ તમે છો,

તમારાજ જાપો જપે છે આ વાણી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance