ગઝલ - તું કરી તો શકે
ગઝલ - તું કરી તો શકે
બોલી ભલે તુંં ના શકે, પણ મૌન વાંચી તો શકે.
મેં દિલ નથી માંગ્યું નજર ખાલી તું આપી તો શકે.
આજે અહીયા બોલબાલા માત્ર જૂઠ્ઠા ની જ છે.
તુંં સત્ય બોલી ના શકે પણ એ તું છાપી તો શકે.
ક્યારેય માં ની આંખ માં તે ઊતરી જોયું ખરી ?
ઊંડાણ એના દર્દ નું ધારે, તું માપી તો શકે.
પાંખો હવે તો યાદ ને તારી છે ફૂટી નીકળી.
આવી ભલે તુંં ના શકે, પાંખો તું કાપી તો શકે.
આ,જિંદગી આખી "વિપુલ" બળતો રહ્યો છે, આગ માં.
છે,લાશ આ જો હજુય ઈચ્છે તો, તું તાપી તો શકે.
