Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Fantasy Thriller

3  

Jashubhai Patel

Fantasy Thriller

ગઝલ - પ્રશ્ન

ગઝલ - પ્રશ્ન

1 min
6.9K


ખાલી ગાગર તો ભરાશે, ખાલી હૈયાને ભરીશ હું કેમ?

સંસાર સાગર છે ખારો, એને એકલી તરીશ હું કેમ?


સપનામાં આવીને સતાવે છે, રોયો કેમે માનતો નથી,

ઓળખતી જ નથી એને, આખું આયખું ધરીશ હું કેમ?


જાણતી નથી એને શું ગમે છે? મુંજવણ છે આ મારી,

આવીને જો એ મારું દીલ માગશે, તો કરીશ હું કેમ?


બીજું બધું તો ઠીક છે પણ પ્રશ્ન એક જ છે મારો,

તમે જ કહો, આમ સાવ અજાણ્યાને વરીશ હું કેમ?


લાગે સહેલું, પણ નથી સહેલું મનને મનાવવું 'જશ',

ગમે તેની સાથે જીવતરના આ ફેરા ફરીશ હું કેમ?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy