STORYMIRROR

Bipin Agravat

Classics Tragedy

3  

Bipin Agravat

Classics Tragedy

ગઝલ ખૂબ ગમતી, જલન સા'બને

ગઝલ ખૂબ ગમતી, જલન સા'બને

1 min
26.3K


ગઝલ ખૂબ ગમતી, જલન સા'બને,

હતી શ્વાસ જેવી, જલન સા'બને.

નહીં દમ્ભ ખોટો, સ્વભાવે સરળ,

ખરી દાદ મળતી, જલન સા'બને.

કરી બંદગી નેક શબ્દો થકી,

હતી સ્વર્ગ ધરતી, જલન સા'બને.

ખુદાનો સદા હાથ માથે રહ્યો,

મરણ-બીક કેવી ? જલન સા'બને.

રહેજો સદા સાથ ગઝલો મહીં,

કરે 'વીર' વિનતી, જલન સા'બને.


Rate this content
Log in

Similar gujarati poem from Classics