ગિરિગૌરવ ગિરનાર (ભુજંગી છંદ)
ગિરિગૌરવ ગિરનાર (ભુજંગી છંદ)
ગિરિગૌરવ ગિરનાર
(ભુજંગી છંદ)
ગિરીરાજ ગાજે ઘટાઓ સુહાવે,
અડીને નભોને ધરાને સજાવે;
પ્રભાતે નમે સૌ સુહાની સવારે,
ગિરીશૃંગ ગાતા ગુણોને પુકારે.
સરે ઓઝતે કાળવો ને પલાશી,
ભળે ભાટણી માલડી ગાન ગાશી;
વહે સોનરેખા ઉમંગે ઉલ્લાસી,
મળે કુંડ દામોદરે સૌ પ્રવાસી.
વને બિલ્વ ગાતા અડૂસો સુહાવે,
અહો અશ્વગંધા ગુણોથી વધાવે;
શિલા શ્યામ ગેબ્રો ખડે જે સદાયે,
ગિરીરાજ ગાયે સદા સૌ સુહાયે.
વડો પીપળો આંબલી આંબળા છે,
અશોકો અરીઠા ઘટાઓ ધરે છે;
વને ખાખરા કેસુડા ફૂલ ફોરે,
સદા છાંયડા ઝૂલતા ઝૂમ જોરે.
ચરે ચીતલો સાબરો નીલગાયો,
વનોમાં ફરે સિંહ આવે સવાયો;
મૃગો વાનરો રીંછ ઝાડે ફરે છે,
ઘટા ગિરનારે સદા ગાજતી છે.
અહીં નેમિનાથે લહ્યું મોક્ષધામ,
સજે પાંચ શૃંગો વનોથી વિરામ;
શિલાલેખ ગાતા અશોકી કહાણી,
દિશાઓ દિશાઓ સુણે સંતવાણી.
મહાદેવ ગુંજે ભવાની સુવાસે,
શિવારાત્રિ મેળે ઉમંગે ઉજાસે;
નગા સાધુ આવે અનોખે અવાજે,
હજારો ચઢે સૌ સમૂહે સમાજે.
વનોમાં વિહારે અનોખા પ્રકારે,
દવાઓ સુગંધો ઉમંગે ઉછાળે;
ધરાના શિરે તાજ, સૌનું નિવાસ,
અહીં સૌ સમાનો ગિરીનો વિલાસ.
અનેકો સમાજો ભળે એક ધારે,
સદા સૌ સમીપે ઉમંગે સહારે;
નમી જે ચઢે તે લહે ભવ્ય ભાવો,
ગિરીરાજ ગાજે અનેરા પ્રભાવો.
