STORYMIRROR

Hemangi Bhogayata

Classics

4  

Hemangi Bhogayata

Classics

ગીત - સખી સહિયર રે મનમાં કોડ..

ગીત - સખી સહિયર રે મનમાં કોડ..

1 min
523

સખી સહિયર મારા મનમાં છે કોડ,  

 કેવું હશે રે મારું સાસરું રે લોલ?


મનમાં છલકાય ગાગરની જેમ સવાલ,

સહિયર કેવું સાસરું હશે રે?


સખી સહિયર મારા મનમાં છે કોડ,  

 કેવા હશે મારા સાસુજી રે લોલ?


સાસુજી વાસીંદું કરતા હશે કે?

માથે ઘડો લઈ પાણી ભરતા હશે કે?

કે પછી ફોનમાં ભજન સાંભળતા હશે?


સખી સહિયર રે...


સખી સહિયર મારા મનમાં છે કોડ,

 કેવા હશે મારા સસરાજી રે લોલ? 


છાપું વાંચતા ને દૂરદર્શન જોતા હશે કે?

રેડિયો દિવસ રાત સાંભળતા હશે કે?

કે મોબાઈલ એપમાં ન્યુઝ વાંચતા હશે ?


સખી સહિયર...


સખી સહિયર મારા મનમાં છે કોડ,  

કેવા હશે મારા જેઠાણીજી રે લોલ?


જાત-જાતની રસોઈ કરતાં કે ?

નવરાશમાં ભરત ભરતા હશે કે?

નવરાશમાં વ્હોટ્સએપ જોતા હશે ?


સખી સહિયર...


સખી સહિયર મારા મનમાં છે કોડ,

 કેવા હશે મારા જેઠજી રે લોલ?


કામ માટે દોડાદોડી કરતા કે ?

કામ માટે જાતજાતની ટપાલ લખતા હશે કે?

લેપટોપ લઈને બેસતા હશે રે....


સખી સહિયર....


સખી સહિયર મારા મનમાં છે કોડ  

 કેવા હશે મારા દિયરયો રે લોલ?


ટિફિન લઈને કોલેજે જતો હશે કે?

ઘરે જાત-જાતની ફરમાઈશ કરતો હશે કે?

કે રાત-દિન કેન્ટીનમાં જમતો હશે ?


સખી સહિયર....


સખી સહિયર મારા મનમાં છે કોડ,

કેવા હશે મારા નણંદબા રે લોલ?


સરસ અક્ષરે નોટ લખતા હશે કે?

અરીસામાં જોઈ શરમાતા હશે કે?

કે ઓનલાઈન જ કોલેજ ભણતા હશે રે...


સખી સહિયર...


સખી સહિયર મારા મનમાં છે કોડ,

કેવા હશે મારા પિયુજી રે લોલ?


પિયુજી કૃષ્ણની જેમ નટખટ હશે કે?

રામજી જેવા મનમોહક હશે કે?

કે ફિલ્મના હીરો જેવા હેન્ડસમ હશે રે?


ઉગે છે મનમાં ખયાલોના છોડ

કેવું હશે રે મારું સાસરું રે લોલ?


સખી સહિયર મનમાં છે કોડ,  

 કેવું હશે મારું સાસરું રે લોલ?


Rate this content
Log in

Similar gujarati poem from Classics