ઘર વિના
ઘર વિના
દિન કામમાં વ્યતીત થતાં રે લોલ
રાત્રીના થાક લાગે અપાર રે,
ઘર વિના નહીં દુનિયામાં ક્યાંય સંતોષ રે
ભૌતિક સુખ ઘડી બે ઘડીના રે લોલ,
મા-બાપ વિના નહીં કોઈ સુખ રે
ઘર વિના નહીં દુનિયામાં ક્યાંય સંતોષ રે,
સંતોષ થકી સૌ સુખ અહીંયા રે લોલ
ઈચ્છાઓ કેરા નથી કોઈ અંત રે,
ઘર વિના નહીં દુનિયામાં ક્યાંય સંતોષ રે
શેરી મિત્રો સૌ સ્વાર્થના રે લોલ,
ઘર પરિવાર સાચા સંગાથી
ઘર વિના નહીં દુનિયામાં ક્યાંય સંતોષ રે,
હરવા ફરવાની ઘણી હોંશ રે લોલ
ઘરે ઊડતી આનંદની છોળો રે
ઘર વિના નહીં દુનિયામાં ક્યાંય સંતોષ રે.