ઘોડેસવાર ગપસપ કરતાં
ઘોડેસવાર ગપસપ કરતાં
લઈને ઘોડેસવાર આજ પોતાના ઘોડા
કરતા પ્રકૃતિની ગોદમાં આજે દોડા
ઘોડેસવાર આજે ભમે છે ગપસપ કરતાં,
સુંદર છે પ્રકૃતિ તારી શોભા અનેરી
માણતાં અમે એને સંગ સંગ ફરી
ઘોડેસવાર આજે ભમે છે ગપસપ કરતાં,
મીઠી મજાની વાત અમે કરતાં
ઘોડેસવારી જોને યુદ્ધ માટે સૌ શીખતા
ઘોડેસવાર આજે ભમે છે ગપસપ કરતાં,
વિના ઘોડેસવાર ઘોડા ન શોભે
યુદ્ધ સમયે ઘોડા વિના જ મોજે
ઘોડેસવાર આજે ભમે છે ગપસપ કરતાં,
મુસાફરીના સૌથી પહેલાં એ દોડે
સૌથી આગળ એ જે ઘોડેસવારી જાણે
ઘોડેસવાર આજે ભમે છે ગપસપ કરતાં,
ઘોડા એ યુદ્ધમાં ભાગે ઝટપટ ઝટપટ
રાજા એ જીતે યુદ્વ ઝટપટ ઝટપટ
ઘોડેસવાર આજે ભમે છે ગપસપ કરતાં.
