ઘણું બધું પાછળ રહી ગયું
ઘણું બધું પાછળ રહી ગયું
કેવી રીતે કહું શું અને કેટલું પાછળ રહી ગયું?
બાળપણની વાતો યાદ કરતા તો,
ઘણું યાદ આવે છે પણ,
ઘણું બધું મેળવ્યું અને,
ઘણું બધું પાછળ રહી ગયું,
નિશાળે જવાની આનાકાની થી લઈ,
બગીચામાં જવાની જીદ સુધી ઘણું મેળવ્યું પણ,
છતાંય ઘણું બધું પાછળ રહી ગયું,
મિત્રો સાથે રમવાની મજા અને,
ઘરે જતા મોડું થતા મળતી સજા પણ,
છતાંય ઘણું બધું પાછળ રહી ગયું,
પોતાના ડબ્બામાં નાસ્તો હોવા છતાં,
બીજાના ડબ્બામાંથી ખાવાની મજા પણ,
છતાંય ઘણું બધું પાછળ રહી ગયું,
રસ્તા ઉપર રમતો રમવી અને,
વાગ્યા પછી મોટે મોટે થી રડી ગામ ભેગું કરવું પણ,
છતાંય ઘણું બધું પાછળ રહી ગયું,
જેણે પહેલી વાર જોઈને,
પેટમાં ગલગલીયા થવા અને,
એની સાથે વાત કરવામાં બીક લાગવી પણ,
છતાંય ઘણું બધું પાછળ રહી ગયું,
દિવાળીમાં બાજુંવાળા ઘરની બારીમાં ફટાકડો મૂકી ફોડવો પણ,
છતાંય ઘણું બધું પાછળ રહી ગયું,
નવરાત્રીમાં મોડા સુધી ગરબા રમવા અને પછી સવારમાં નિશાળે મોડા જવું પણ,
છતાંય ઘણું બધું પાછળ રહી ગયું,
નિશાળમાં કોઈનાં જન્મદિવસની મળેલી ચૉકલૅટ પણ ખૂબ મીઠી લાગતી પણ,
છતાંય ઘણું બધું પાછળ રહી ગયું,
જ્યારે જુવાનીમાં પગ મૂક્યો ત્યારે ખબર પડી ઘણું બધું નહિ પણ,
પુરેપુરું બાળપણ પાછળ રહી ગયું!
