ગાંધીજી
ગાંધીજી


આઝાદીની ચળવળે,
ગાંધી બન્યા ગાંધીજી.
અહિંસાથી મેળવી આઝાદી,
ગાંધીજી કહેવાયા મહાત્મા ગાંધી.
ગાંધી ભૂલાયા,
રૂપિયામાં જીવાડ્યા,
ભ્રષ્ટાચારમાં વગોવાયા.
દૂર કરવા ભ્રષ્ટાચાર,
નાબૂદ કરવામાં આવ્યા,
નવી નોટમાં જીવંત કર્યા.
જોઈ ખેલ સરકારનો,
આજ બાપુ થતાં દુઃખી.