ગાંધી થવા
ગાંધી થવા
સત્યમાં તપવું પડે ગાંધી થવા
પરદુઃખે બળવું પડે ગાંધી થવા
માત્ર વાતોથી કશું વળશે નહિ
આચરણ કરવું પડે ગાંધી થવા
તોપના મોઢા થશે ઝાંખપ ભર્યા
લાકડી બનવું પડે ગાંધી થવા
લોહીની અંદર કરુણા રાખીને
સહેજ ઓગળવું પડે ગાંધી થવા
રમ પર રાખી ભરોસો કંઠમાં
ઝેર પણ ધરાવું પાદર ગાંધી થવા
