ગાંડી વેલની જેમ વિકસે ઈચ્છાઓ
ગાંડી વેલની જેમ વિકસે ઈચ્છાઓ
માનવીની ઈચ્છાઓ ક્યારેય મરતી નથી,
ઈચ્છાઓ ક્યારેય મનમાંથી ખસતી નથી,
એક પૂર્ણ થાય ત્યાં બીજી ઊભી જ હોય,
એ કદી મન વૃક્ષનું પર્ણ બનીને ખરતી નથી.
ગાંડી વેલની જેમ વિકસે આ ઈચ્છાઓ,
જાતને પિસે માનવી પૂર્ણ કરવા ઈચ્છાઓ,
કોઈ અધૂરી રહે તો કોઈ પૂર્ણ થઈ જાય,
માનવીની બધી જ ક્યાં પૂર્ણ થાય ઈચ્છાઓ !
