STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

એવું એક દર્પણ રાખજો

એવું એક દર્પણ રાખજો

1 min
19

સંબંધોમાં થોડું તમે ગળપણ રાખજો,

જીવનમાં સાચું એક સગપણ રાખજો,


નાની નાની વાતોમાં દુઃખ ના લગાડે માટે,

હૈયે તમારે સાચી તમે સમજણ રાખજો,


ચહેરાની સાથે જોઈ શકાય મનને પણ,

એવું જીવનમાં તમે એક દર્પણ રાખજો,


ભૂલ થાય કોઈની તો દિલથી માફી આપજો,

સંબંધમાં તમે સદા એવું વડપણ રાખજો,


તમારી પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ પ્રશંસા થાય,

એવું જીવનમાં તમે ઉત્તમ આચરણ રાખજો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational