STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

એવી પણ એક સાંજ મળે

એવી પણ એક સાંજ મળે

1 min
774

એવી પણ એક સાંજ મળે

જ્યાં ખુદથી ખુદની મુલાકાત મળે

દુનિયાના મોહ માયાના પિંજરમાં કૈદ થઈ છું

બસ પિંજરમાંથી ઉડવા પાંખો મળે


ભૌતિક દુનિયાના ઝળહળાટમાં ભૂલી ગઈ 

હું મારા આત્માને

બસ આત્માને જાગૃત કરવાની એક ક્ષણ મળે

એવી પણ એક સાંજ મળે


મારું મારું કરતા આખો જન્મ ગુમાવ્યો

હીરલા સરીખો આવો મનખા દેહ ગુમાવ્યો

બસ હીરાનું મૂલ્યાંકન આંકવાની એક ક્ષણ મળે

એવી પણ એક સાંજ મળે


ઊગે છે એ આથમે છે જન્મે છે એ મૃત્યુ પામે છે

બસ કરે છે જીવન બીજા માટે ફના

એજ લોકોના દિલમાં જીવે છે

બસ એવી સમજણનો સાક્ષાત્કાર મળે

બસ એવી પણ એક સાંજ મળે


ઈશ્વર છે દરિયો આદમી એક બુંદ

બસ બની આકાશી બુંદ

દરીયામાં ભળવાનું ભાગ્ય મળે

બસ એવી પણ એક સાંજ મળે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational