STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

એમ કૈં બેસી જવાય નહીં

એમ કૈં બેસી જવાય નહીં

1 min
26.4K


એમ કંઈ ભાગ્યના ભરોસે બેસી રહેવાય નહીં,

નથી નસીબમાં એમ માની કર્મ ત્યજાય નહીં.


ગ્રહ નક્ષત્રો છોને એનું કામ કરતા અવકાશે,

લમણે હાથ દઈ એમ કંઈ બેસી જવાય નહીં.


પરસેવામાં તાકાત છે પાષાણ પીગાળવાની,

હિંમત હારી જઈ એમ કંઈ હાર મનાય નહીં.


પુરુષાર્થ કરનારને હોય છે સાથી ઇશ ખુદ,

આવતાં આફત એમ કંઈ પાછું વળાય નહીં.


કાળા માથાનો માનવી કાળમીંઢને પણ ભેદે,

વિજય વર્યા વિના એમ કંઈ મૂલતવાય નહીં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational