STORYMIRROR

Kaushik Dave

Fantasy Inspirational

3  

Kaushik Dave

Fantasy Inspirational

એકલો જાને રે મુસાફર

એકલો જાને રે મુસાફર

1 min
181

પરસેવો પડી ગયો

જુઓ હું મુસાફર બની ગયો


જીવનની સફર કરી હતી શરૂ

ત્યારે જ હેરાન થઈ ગયો


પરસેવો પડી ગયો

હું મુસાફર બની ગયો


અબોધ અણસમજુ હતો ત્યારે

હંમેશા છેતરાઈ ગયો


પરસેવો પડી ગયો

હું મુસાફર બની ગયો 


જીવનના ખેલમાં શું આવું જ થતું હશે?

સામાન્ય માનવ જ છેતરાઈ જતો હશે!


નથી જીવવા લાયક જિંદગી મને લાગી

પણ ઈશ્વરના એક અણસારે

એ મને અદભૂત લાગી


પરસેવો છો પડી ગયો

પણ જિંદગીએ શીખવાડ્યું


કોઈ નથી આપણું બસ એજ માનવું


એકલાનો નાથ ઉપરવાળો છે

રાખવો વિશ્વાસ, શ્રદ્ધા જરૂરી છે 


જીવનની સફર ક્યાં પુરી થઈ ગઈ?

એ ખબર પડી ત્યારે રાત્રિ પડી ગઈ


નવા પ્રભાતની રાહમાં જીવ ભટકતો રહ્યો

ઈશ્વર કૃપાથી નવો ખોળિયો પસંદ કર્યો


આમ જ ચાલે છે ચક્ર જીવન પસાર થાય છે

ભૂતકાળના કર્મોનો હંમેશા હિસાબ થાય છે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy