STORYMIRROR

Rajeshri Thumar

Inspirational

4  

Rajeshri Thumar

Inspirational

એક માત્ર શબ્દ

એક માત્ર શબ્દ

1 min
426

એક માત્ર શબ્દથી બદલે અર્થ,

એક માત્ર આંકડાથી બદલે દાખલો,

એક માત્ર પગલાંથી બદલે દિશા,

એક માત્ર સારી વ્યક્તિથી બદલે જિંદગી,


એક માત્ર શબ્દ ' હું છું ને તારી સાથે ',

કોઈ જો બોલે તો બને સરળ જિંદગી,

એક માત્ર સંકલ્પ જો કરીએ,

બની હર હાલમાં એકબીજાના પૂરક,


એક માત્ર વાંસળી વગાડનારથી,

બનતી ગોપી ઘેલી ને ભૂલતી ભાન,

એક માત્ર દર્શન જો થાય હરિના,

તો બને ધન્ય આપણું જીવન,


એક માત્ર શબ્દ જ ક્યારેક લાગે તીર,

તો કોઈ વેળા લાગે લકીર,

એક માત્ર શબ્દ જ તોડે સંબંધ,

તો કોઈ વેળા ભરી દે ઘાવ,


ખુશી, ગમ, પીડા, મલમ, નમીએ, ગમીએ,

છેલ્લે, એક માત્ર શબ્દની જ છે બધી રમત.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational