STORYMIRROR

Nehal Vaidya

Drama Fantasy Inspirational

3  

Nehal Vaidya

Drama Fantasy Inspirational

એક ક્ષણમાં વસી શકું

એક ક્ષણમાં વસી શકું

1 min
26.1K



ધારું તો સમેટી લઉં જાતને એક ક્ષણમાં વસી શકું,

ધારું તો અનાદી અનંત કાળ થઈ સતત વહી શકું,


ખરતા તારાઓનાં પ્રકાશવર્ષ જેવું જીવી લઉં,

ધારું તો આકાશગંગા થઈ યુગો સુધી વહી શકું,


એક ફૂલની ખૂશ્બુમાં બાગેબહાર શ્વસી લઉં,

ધારું તો ચિરંતન વાસંતી હવા જેવું વહી શકું,


એક હુંફાળા શ્વાસની આંચે આયખું આખું પીગાળું,

ધારું તો હિમશિલા થઈ વડવાનલોની પાર તરી શકું,


એક આંસુના અરીસે સર્વે ક્ષણભંગુર નિહાળી લઉં,

ધારું તો એક બિંદુમાંથી સકળ સૃષ્ટિ રચી શકું.



Rate this content
Log in

Similar gujarati poem from Drama