Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Nehal Vaidya

Romance

3  

Nehal Vaidya

Romance

એને કહેવાય કાંઈ પ્રેમ !

એને કહેવાય કાંઈ પ્રેમ !

1 min
2.6K


કોઈ આંખની મરુભૂમીમાં સપનાની જેમ ઊગે,

અને પછી રૂંવે રૂંવે સુગંધની જેમ પમરે,

એને કહેવાય કાંઈ પ્રેમ !


કોઈ ધડકનના તાલે મનમાં હળવું ઝૂલે અને,

એની આંખની અટારીએથી એક સાવ નવો પ્રદેશ ખૂલે,

એને કહેવાય કાંઈ પ્રેમ !


કોઈની સ્મિતભરી આંખોથી મનમાં દીવા પ્રગટે,

અને ઝળહળતી નદી સાવ અંધારે ખૂણેથી વહી નીકળે,

એને કહેવાય કાંઈ પ્રેમ !


કોઈના સ્પર્શની સુંવાળપ જીવન રસ થઈને પ્રસરે,

અને સઘળું બેસૂરુ સૂરમય થઈ ગૂંજે,

એને કહેવાય કાંઈ પ્રેમ !


કોઈની વાતો મનની માટીમાં પહેલો વરસાદ થઈ વરસે,

અને ‘હોવું’ સમગ્ર વસંત થઈને ખીલે,

એને કહેવાય કાંઈ પ્રેમ !



Rate this content
Log in