STORYMIRROR

Aakruti Thakkar

Fantasy

3  

Aakruti Thakkar

Fantasy

એક છોકરી

એક છોકરી

1 min
197

સાગર સાગર મોજાં મોજાં એક છોકરી,

ડગલે ડગલાં દોડા દોડી એક છોકરી.


રસ્તે રસ્તે પ્રેમ નિતારતી,

પ્રેમ પ્રેમની લ્હાણી લ્હાણી

એક છોકરી.


ધીરે ધીરે મોટી થતી,

સપનાનું વાવેતર કરતી

એક છોકરી


ઘટનાઓથી સાવ અજાણ,     

ઘટના ઘટના સંઘર્ષ સંઘર્ષ,

એક છોકરી.


ક્યારેક આનંદ ક્યારેક અવઢવ,

હાસ્ય હાસ્ય ને રુદન રુદન,

આ એક છોકરી.

             

જીવન આખું વેરવિખેર,

અનુભવ અનુભવ સમજણ સમજણ,

એક છોકરી.


શિયાળાની ઠંડી સવાર,

સપનાં સપનાં ઝાકળ ઝાકળ,

એક છોકરી.


શાંત સરોવર શાંત પાણી,

સુંદર સુંદર શાંત શાંત,       

એ એક છોકરી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy