STORYMIRROR

Aakruti Thakkar

Abstract Romance Fantasy

4  

Aakruti Thakkar

Abstract Romance Fantasy

કહીશ તને

કહીશ તને

1 min
238

કોશિશ કરું છું સંભાળવાની, 

નહીં ફાવે તો કહીશ તને,


ભેગા કરું છું શબ્દો મારા,

નહીં મળે તો કહીશ તને,


આમ તો ઊંડા છે ઝખમ હૃદયમાં,

 નહીં રૂઝાય તો કહીશ તને,


શક્તિ છે અપાર સહેવાની,

નહીં સહેવાય તો કહીશ તને,


તારી નજર ઘણું ફરમાવી રહી છે,

કંઈક સમજાય તો કહીશ તને,


કહેવું તો ઘણું બધું છે મારે તને,

કહેવું કેમ એ સમજાય તો કહીશ તને,


શાંત જળ છે અહીં અત્યારે, 

સહેજ ખળભળાટ થાય તો કહીશ તને,


લખવી તો છે લાગણીઓ અનેક,

શબ્દો મળે તો કહીશ તને,


કપરો સમય છે અત્યારે મારો,

નહીં જીરવાય તો કહીશ તને,


સાચવી છે અત્યાર સુધી મેં મને,

 નહીં સચવાય તો કહીશ તને,


ઊંચા સ્વરે બોલવું નથી મારે,

સહેજ નજીક આવ તો કહીશ તને,


નથી કહેવું કોઈને એવું નથી,

તું તૈયારી બતાવે તો કહીશ તને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract