Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

રોનક જોષી 'રાહગીર'

Inspirational Children

4.5  

રોનક જોષી 'રાહગીર'

Inspirational Children

એ મારા પપ્પા છે

એ મારા પપ્પા છે

1 min
276


પા પા પગલી ભરાવી મને ચાલતા શીખવાડ્યું,

શિક્ષણ-સંસ્કાર આપી જીવન જીવતા શીખવાડ્યું.

એ મારા પપ્પા છે...


આંગણે આવેલને મીઠો આવકારો આપતા શીખવાડ્યું,

પૈસાથી વધુ પ્રેમભાવને મહત્વ આપતા શીખવાડ્યું.

એ મારા પપ્પા છે...


દુનિયાની સાથે કદમથી કદમ મિલાવી ચાલતા શીખવાડ્યું,

પડ્યો જ્યાં હું ભૂલો ત્યાં ભૂલ સુધારી આગળ વધતા શીખવાડ્યું.

એ મારા પપ્પા છે...


હતાશામાં હિંમતભેર મને જીવતા શીખવાડ્યું,

હાથથી હાથ મિલાવી આગળ વધતા મને શીખવાડ્યું.

એ મારા પપ્પા છે...


સમાજમાં એકતા પ્રેમ-ભાવ રાખી જીવતા શીખવાડ્યું,

પોતે ખુશ રહી બીજાને કેમ ખુશ રાખવા એ શીખવાડ્યું.

એ મારા પપ્પા છે...


નીતિમત્તા અને પ્રામાણિકતાથી જીવતા શીખવાડ્યું,

મને ગર્વ છે મારા પપ્પા પર કે મને માણસ થઈ રહેતા શીખવાડ્યું.

એ મારા પપ્પા છે...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational