Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Atil LN

Romance

4  

Atil LN

Romance

એ લાગણી છે

એ લાગણી છે

1 min
379

જે નથી હાજર છતાં દેખાય છે, એ લાગણી છે,

યાદ આપોઆપ આવી જાય છે, એ લાગણી છે.

દૂર છે  બન્ને  છતાં અહેસાસ લાગે ટેરવાનો,

સ્પર્શ જેવું શબ્દમાં વરતાય છે, એ લાગણી છે.

સ્વપ્નને માની હકીકત બિંબને જોયા કરો છો,

ને અચાનક આયનો શરમાય છે, એ લાગણી છે.

આખરે છુટા છવાયા શબ્દ સૌ ભેગા મળીને,

પ્રેમની થઈને ગઝલ છલકાય છે એ લાગણી છે.

બે જણા છુટા પડ્યા, એ વાતને વરસો થયા પણ,

દિલ હજી એની તરફ ખેંચાય છે એ લાગણી છે.

સાચવી રાખો તમે દર્દો બધા વરસો વરસથી,

યાદ એની આવતાં મલકાય છે, એ લાગણી છે.

"કેમ છો!" એવા લખેલા પત્રના બે શબ્દમાં પણ,

જે લખ્યું ના એ બધું વંચાય છે એ લાગણી છે.

Rate this content
Log in

Similar gujarati poem from Romance