"એ જિંદગી"
"એ જિંદગી"
શું વેંચીને તને ખરીદું,
"એ જિંદગી"
મારૂં તો બધું જ ગીરવે પડ્યું છે,
જવાબદારીનાં બજારમાં...
હું રોજ રાત્રે વીતેલાં દિવસ ને અગ્નિદાહ આપું છું.....!
અને રોજ સવારે સમયની આંગળી પકડી જિંદગી ચલાવતો રહું છું..
ગુમાવ્યા નો હિસાબ
કોણ રાખે?
અહિં તો કોણ મળ્યા,
એનો આનંદ છે..!
આજે પડછાયાંને પૂછ્યું,
કેમ આવે છે મારી સાથે?
તેણે પણ હસીને કહ્યું,
બીજું કોણ છે તારી સાથે?
