સર્વસ ગોકુળ મળે છે
સર્વસ ગોકુળ મળે છે
કંટકો પર ચાલી
સાચો માર્ગ મળે છે,
પુષ્પોના બાગમાં
જીવન ખીલે છે,
આત્મીયતાના સિંચનથી
વિશ્વાસ કેળવાય છે,
દુઃખમાંથી પાર થઈને જ
સુખનો માર્ગ મળે છે,
સાચા પથ દંડકના સાનિધ્યમાં જ
સર્વસ ગોકુળ મળે છે.
