એ ભોમ પર જન્મ લેવાનો
એ ભોમ પર જન્મ લેવાનો
જેની ભોમ છે ઋષિઓના જન્મથી લઈ,
"ભારત માં" ની રક્ષા કાજે
બલિદાન દેનારા વીર સુધીની
એ ભોમ પર જન્મ લેવાનો ગર્વ મને,
જે ભોમ પર ઉતર્યા ખુદ શ્રીકૃષ્ણ
સુદામાની મિત્રતા કાજે,
ને એમાંય હનુમાન જેવી રામ ભક્તિનો સાદ થઇ ફરે,
એ ભોમ પર જન્મ લેવાનો ગર્વ મને,
જે ભોમ ખુદ સોનાની ચીડિયા ને
ને ફોરેનમાં જઈ ડંકો ભારત માંનો કરે
ને આ ફોરેનરોય
ભારતની ધરતીને સાદ કરે,
એ ભોમ પર જન્મ લેવાનો ગર્વ મને,
જ્યાં ભાષા છે અમારી અલગ અલગ,
છતાંયે સપ્તરંગી જેવા અમે
હસતા ખીલતા,
સૌમાં ભળી એક રંગી બને,
એ ભોમ પર જન્મ લેવાનો ગર્વ મને,
જ્યાં ભૂલો થાય, જ્યાં બેકારીય છવ
ાય ને
પડી - પડી પાછા ઉભા થઈ,
બધાય તુફાનો સામે
હસતા મોઢે ઝઝુમતા રહે,
એ ભોમ પર જન્મ લેવાનો ગર્વ મને,
જ્યાં નારી તું નારાયણી,
ને દરેક ક્ષેત્રમાં સમાન હક
પામનારી બને,
એ ભોમ પર જન્મ લેવાનો ગર્વ મને,
જ્યાં આ નદી શબ્દોની ધાર,
ને ઝરણાનાં મીઠા સંગીત સાથે
જંગલોય નૃત્ય કરે,
ને પશુ-પક્ષીઓ જ્યાં વ્હાલ કરી,
માનવતાની મિશાલ કાયમ કરે,
એ ભોમ પર જન્મ લેવાનો ગર્વ મને
જ્યાં તું કે હું નહીં " આપણે "નાં સંબંધો આપોઆપ બને,
એ ભોમ પર જન્મ લેવાનો ગર્વ મને,
પ્રેમના મીઠા બોલ જે હર ઘર -ઘર વહે,
આજ આ જોઈ મારુ હૈયું ગદ-ગદ થઈ,
આવતા બધાય જન્મારા આ ભોમ નામે કરે.