ઝીંદગી
ઝીંદગી
હું વિસરાયેલા મનમાંય પ્રેમની ઉજાસ છું,
હું મોકળાશમાંય ખુશીથી હસી લેતા હૃદયની ધબકાર છું,
હું ખોવાય ગયેલા રસ્તાઓમાંય શોધી લેતી મારી તલાશ છું,
હું સખ્ત પત્થરોમાંય વહી જાઉં એ ઝરણું છું,
હું ભર ઉનાળે આપતી એ ઠંડકની છાયા છું,
હું મૃગજળનેય પામી લઉં એવી સરળ પરિભાષા છું,
હું ઉગતા સૂરજ સાથે ઉઠું છું
ને આથમતા સુરજથીય કંઈક શીખી લેતી અવિરત છું,
હું અંધકારમાં ખોવાઈ જાઉં એ પરિબળ નથી,
પણ, સૌના અજવાળા માટે પ્રગટવા દીવાની વાટ છું ,
હું પ્રેમપત્રમાં તો ખબર નહિ,
પણ, સબન્ધોને સાચવી લેતી ઘરેણું છું,
હું ખોટી ને દંભી વાતોથી અજાણ નથી,
હું એવા કેટલાય અડીખમ ઉભા પર્વતો સમાન સ્મરણીય લહેર છું,
હું બધીય પરિસ્થિતિમાં જીવી લેતી એક સુંદર ઝીંદગી છું.
