એ કપાયો..
એ કપાયો..

1 min

457
"એ કપાયો"
"એ કપાયો"
"એ કપાયો"
ધાબાની રમઝટમાં ડીજે વગાડયો
બોર, તલસાંકળી ને શેરડીના સાઠે ભરપૂર તાકાતે ભરાયો,
આંખે છે ગોગલ્સને
હાથે ફીરકી ના તાલે,
લપેટ લપેટ "એ ચિડાયો "
એ કપાયો.......(1)
પંખીની પાંખે,
રસ્તાની વચ્ચોવચ એ માણસ ફસાયો....
એ ઢીલ છોડી ને ખેંચમ ખેંચમાં સંન્નાટો રે છાયો ..
એ કપાયો.......(1)
લૂંટમ લૂંટ કરતા ધાબે પગથી ઘવાયો,
કઈ વાંધો નઈ "ઉત્તરાયણ" છે ને,
ફરી ફરી મનાવાયો ....
એ કપાયો.......(1)