STORYMIRROR

Writer ni kalame

Others

3  

Writer ni kalame

Others

મૃગબિંદુ

મૃગબિંદુ

1 min
14.8K


અર્થ વગરની વાત ક્યાં કરવી છે મારે,

આંધળી દોડ ક્યાં મુકવી છે મારે,

સપષ્ટતામાં રહીને કઈક યાદો

વાગોળવી છે મારે.


એ સ્મૃતિબિંદુ પર ઝાકળ થઇ,

અનેક વાતો તાજી કરવી છે મારે,

પહાડોમાં ખળખળ વહેતી નદીને કિનારે,

એ અવાજ હળવાશનો સાંભળવો છે મારે.


કુદરતના ખોળે બેસી, હૈયે રાખેલી

વાતને હોઠે લાવવી છે મારે,

ખોટો સમય ક્યાં લેવો છે કોઈનો મારે,

ઉડેલા પારેવડાંની ઝાંખી કરવી છે મારે.


બસ,આટલી જ તો ઈચ્છા છે મારે

એમાં, ક્યાં નભેથી ચાંદ કે તારા તોડવવા છે મારે ?


Rate this content
Log in