માનવની કલમે
માનવની કલમે
એ ઉંચાઈના મુકામ પર જઈ,
હું પડી ગયો,
છતા હસતોને આશાઓથી ઉભો થયો,
એ વેદનાઓને પાને
કંઈ લખતો હતો ત્યાં
સુખના પાને હળવો કર્યો,
એ સંબંધોની ખોટી
પરિભાષાએ ડંકો કર્યો,
પણ, વેદોના ના મંત્રો એ મુગ્ધ કર્યો,
જિંદગી સામે નમતો થયો
તો હસીને એ બોલી
બિચારોને બાપડો કા તું થયો?
તારી છે આ જિંદગી
જીવવાનું એમાં તારે છે,
તો શા માટે બીજાઓની આશામાં
મેલો તું થયો?
સાંભળ, સંઘષો હતા એ રામના
તેથી જ તો એ રામ ભગવાન થયો,
ખેડી જા આ જીવન સંઘર્ષોમાં
તું રામ તો નહિ પણ રામ જેવો જ થયો.
