એ આપશે
એ આપશે


આંખો આપી છે,
તો સપના જો,
એ પાંખો પણ આપશે,
રાહમાં તડકો હશે જો,
એ સૂર્યને ઝાંખો પણ રાખશે.
ફકત ગીતા વાંચીને કર્મ કર,
એ સારથી બની રથ પણ હાંકશે,
ફળ તો નક્કી મળવાનુ જ છે,
સમય પણ એક દિવસ થાકશે.
આંખો આપી છે,
તો સપના જો,
એ પાંખો પણ આપશે,
રાહમાં તડકો હશે જો,
એ સૂર્યને ઝાંખો પણ રાખશે.