દુનિયાથી ડરી ગયો છું ક્યાંક
દુનિયાથી ડરી ગયો છું ક્યાંક
દુનિયાથી ડરી ગયો છું ક્યાંક છુપાવી દે મા
એમ કર મને તારા ખોળામાં સંતાડી દે મા
નથી તાકાત આ દુનિયાના નિયમોને તોડુ
દુખ છે તો ઘણું હવે તેને હું ક્યાં છોડું
મને નથી ગમતી આ દુનિયાની રીત
તારા સિવાય કોને કરું હું પ્રીત
ઊંઘ આવી છે આંખે હાથ મૂકી દે મા
એમ કર તારા ખોળામાં સુવડાવી દે મા
શોધી રહ્યો તે બાળપણની રમતો
જેમાં થોડી થોડી વારે તને સતાવતો
કોણ સાંભળે તારા વગર વાત તું સાંભળી લે મા
થાકી ગયો છું મને તારા ખોળામાં આરામ દે મા
દરેક ઈચ્છા લઈને આવું તું પુરી કરવાની ફરજ પાડે છે
દુનિયા નબળો પાડી રહી છે મને તારો સાથ આપી દે મા
એકલો ના પાડીશ મને એમ કર તારામાં મને પરોવી દે મા
તું આરામ કર મારે કરવાનું છે તારું કામ
તારા જ મોઢે સંભાળવું છે બીજું મારું નામ
છે દુનિયા તારા ખોળામાં મને તે ખોળો આપી દે મા
છે ઠંડીની હુંફાળી મજા ખોળામાં થોડી જગા આપી દે મા
બાળપણમાં તારી માર પણ ખાવાની મજા આવતી
તારા બે-ચાર રુપિયા પણ વાપરવાની મજા આવતી
જવાની માં આવ્યો તારી માર ને બે-ચાર રુપિયા આપી દે મા
ઘણી મોંઘવારી છે મને સ્વર્ગ જેવો ખોળો મફત આપી દે મા
બહાર છેતરપીંડી ચાલુ છે મને કોઈ છેતરી તો નહીં જાય ને
અજનબી દુનિયામાં અજાણ્યો માનવી તે ક્યાંક ખોવાય તો નહીં જાય ને
ખોળે જોવું તારા બાળપણ મારું મને ત્યાં રમવા દે મા
પરસેવો થયો છે તારી સાડીના છેડે તેને લૂછવા દે મા
છું તારાથી દૂર તો પણ તારી યાદોમાં જ રહેવાય છે
તું નથી દૂર મારાથી તારા હાલ દિલમાં પૂછાય છે
ઊંચક મને, માથે કર ચુંબન, લાગી ભૂખ તારા હાથથી ખવડાવી દે મા
અજાણી જગ્યાએ કોણ થશે મારું તારા બધા નિયમો શીખવાડી દે મા
તે મને લખ્યો છે મારે હવે તને સમજવી છે
મોઢે થી ઘણી વાર બોલ્યો દિલથી મા બોલવી છે
