STORYMIRROR

Meerabai Sant

Classics

0  

Meerabai Sant

Classics

દુખડા દિયે છે દા’ડી દા’ડી…

દુખડા દિયે છે દા’ડી દા’ડી…

1 min
456


દુખડા દિયે છે દા'ડી દા'ડી,

હે કાનુડા તારી મોરલી રે અમને,

દુખડા દિયે છે દાડી દાડી…

માઝમ રાતની રે મધરા તે સુરની,

વાંસળી તે કોણે વગાડી,

હુ રે સુતી’તી મારા શયન ભવનમાં ને,

નિંદરા તે કોણે ભગાડી… દુખડા...

સાસુ સસરાથી રે હું તો છાનીમાની ઊઠીને,

હળવેથી બારી ઉઘાડી,

વ્યાકુળ થઈને હુ તો તનડામાં મારાં,

પહેરતાં તો ભૂલી ગઈ સાડી... દુખડા...

કિયા રે કુહાડે તને કાપીરે લાવ્યો,

કિયા રે સુથારે સુંવાળી,

શરીર જોને તારું સંઘે રે ચડાવી,

તારા મનડામાં છેદ પડાવી… દુખડા...

મોરલી કહે હુ તો કામણગારી,

હું તો છું વ્રજ કેરી નારી,

બાઈ મીરાં કહે પ્રભુ ગીરીધર નાગર,

તનડામાં તાપ રે સમારી… દુઃખડા...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics