STORYMIRROR

Rohit Prajapati

Inspirational Others

4  

Rohit Prajapati

Inspirational Others

દુઆ કરું છું

દુઆ કરું છું

1 min
528

લાગે છે કેવો આ લાંબો જન્મારો,

આવે જલ્દી આરો દુઆ હું કરું છું.


નથી સાથ આપણો આ જીંદગીમાં,

વિચારી દિવસરાત આહો ભરું છું,


ફોરમ વિના ફૂલનું નથી કોઈ મૂલ્ય,

એવું વિના પ્રાણનું શરીર લઈ ફરું છું,


યાદોને તારી દિલમાં દફન કરીને,

દુનિયાની સામે મુસ્કાન હું ધરું છું,


નસીબ મારું રહ્યુ કાયમથી પાછળ,

તારા જીવનમાં છાયા ના પડે ડરું છું,


ભીતરે ભલે રુહમાં સમાઈ બેઠો, 

તારું કદ વધારવા અળગો હું કરું છું,


ભલે અધૂરો રહ્યો આ પ્રણય આપણો,

સદા ખુશ રહે તું એ દુઆ હું કરું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational