દશેરા
દશેરા
દુનિયાની રીત ગમે તો દશેરા ઉજવજો,
પણ..
સત્ય અને નિષ્ઠાને હાનિ ના પહોંચાડજો,
લોભ અને મોહથી દૂર તમે રહેજો,
પ્રયત્નો કરવાથી સુખી તમે રહેજો,
મદ અને અહંકાર કોઈનો નથી ટકતો,
માતાજીના શરણે નત મસ્તક રહેજો,
મન અને ચિત્તને વશ, તમે ના રહેજો,
ડગમગ થાય મન ત્યારે જય અંબે બોલજો,
મારી આ વાત જો તમને સમજાય તો,
એકબીજા સાથે હળીમળીને રહેજો,
આજ દશેરાની ઉજવણી ધામધૂમથી કરજો,
જય શ્રી રામ અને જય અંબે સાથે બોલજો,
ફાફડા જલેબી ખાતા પહેલા હરિનું નામ લેજો,
આનંદ મંગલ કરી ઉજવણી સૌ સાથે કરજો.
