STORYMIRROR

Rajesh Hingu

Inspirational Others

5.0  

Rajesh Hingu

Inspirational Others

દરજી

દરજી

1 min
967


વાત નથી સમજાણી દરજી,

બંડી પ્હેરે કાણી દરજી !


એળે જાય કમાણી દરજી,

છોડો 'છાંટો-પાણી' દરજી.


ગ્રાહકને પોતીકું લાગે,

બોલો મીઠી વાણી દરજી.


સૌનાં વસ્તર હોંશે સીવો,

દરજણ કાં ભૂલાણી દરજી ?


દોરા સાથે શબ્દો પ્રોયા,

'મોજ'-ગઝલ સીવાણી દરજી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational