STORYMIRROR

Diptesh Mehta

Inspirational

4  

Diptesh Mehta

Inspirational

દોસ્તી - મિત્રતા

દોસ્તી - મિત્રતા

1 min
10

દોસ્તી એવી સંસ્કૃતિ છે, જેમાં દરેક ઓળખ મળી જાય છે..
દોસ્તી એક એવો સંબંધ છે જેમાં ખરાબ ભાવના વગર કોઈ સ્વાર્થ વ્યક્ત થાય છે..
બલિદાન, પ્રતિબધ્ધતા, મદદ, લાગણી અને
સમાનતાના મૂલ્યોથી બનેલી મૈત્રી એવો સંબંધ બનાવે છે,
જેમાં કોઈ પ્રકારનો ભેદભાવ નથી હોતો..
સમાજ વિજ્ઞાનની ભાષામાં કહી શકાય કે
દોસ્તી એક માત્ર એવો સંબંધ છે જેમાં
કોઈ ઉંચનીચ નથી હોતી..
જ્યારે એકબીજાની જીંદગીમાં ભાવનાત્મક રીતે પ્રવેશ થાય છે
ત્યારે દોસ્તીનો સંબંધ બંધાય છે..
મૈત્રી સારું કે ખરાબ નથી જોતી..
મૈત્રીમાં ગુણ અવગુણ નથી જોવાતાં..
એક મિત્ર બીજા મિત્રને તેની સંપૂર્ણતાની સાથે સ્વીકારે છે.. તેથી
કદાચ મૈત્રીમાં કોઈ માપતોલ નથી હોતું..
મૈત્રી શિષ્ટ જીંદગીનું પર્યાય છે......

મન મારું મોજમાં આવી જશે,
 મિત્ર, જ્યારે તું મળી જશે,
એ દિવસે તો એમ'જ તહેવાર થઇ જશે,
 ક્યારેક સાંજ થશે'ને 'મિત્ર' તું મળી જશે...

 • દિપ્તેશ મહેતા


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational