દિવસની દુનિયા
દિવસની દુનિયા
દિવસની દુનિયામાં મસ્ત રહીએ
દિવસની દુનિયામાં કંઈક બનીએ,
સોમવારે સંસ્કારી બનીએ
મંગળવારે મહાન બનીએ,
બુધવારે બુધ્ધિશાળી બનીએ
ગુરુવારે ગૌરવશાળી બનીએ,
શુક્રવારે શકિતશાળી બનીએ
શનિવારે શૂરવીર બનીએ,
રવિવારે રિવાજોને સાચવીએ
દિવસની દુનિયામાં બધુ શીખી લઈએ.
