દિવાળીનો ઉત્સવ આવ્યો રે
દિવાળીનો ઉત્સવ આવ્યો રે
ઉત્સવ આવ્યો ઉત્સવ આવ્યો
દિવાળીનો ઉત્સવ આવ્યો રે...
ઘર આંગણે સાફ સફાઈ કરીએ
રંગબેરંગી લાઈટથી ઘરને શણગારીએ
દિવાળીનો ઉત્સવ આવ્યો રે.....!
નવાં નવાં કપડાં પહેરીને
સૌને મીઠાઈ વહેંચવા જઈએ રે
દિવાળીનો ઉત્સવ આવ્યો રે....!
સપ્તરંગી રંગોળી બનાવીએ
દીવડાની રોશનીથી ઝગમગી કરીએ
દિવાળીનો ઉત્સવ આવ્યો રે...!
નાનાં બાળકો ફટાકડા ફોડીએ
ગીત સંગીત સાથે નાસ્તાની મજા માણીએ
દિવાળીનો ઉત્સવ આવ્યો રે....!
