STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

દિલને સુકુન મળે જ્યારે તું મળે

દિલને સુકુન મળે જ્યારે તું મળે

1 min
213


આ દિલને સુકુન મળે છે જ્યારે તું મને મળે છે,

આ હૈયું હરખાય છે, જ્યારે તું મને મળે છે,


ચમનની હર એક કળી ફૂલ બની ખીલી જાય છે, આ બાગનું હૈયું પણ હરખાય છે,

જ્યારે તું મને મળે છે,


પાનખરમાં પણ વસંતનું આગમન થાય છે,

જ્યારે તું મને મળે છે,

આ પંખીઓ પણ ખુશી ખુશી ગીત ગાય છે,

જ્યારે તું મને મળે છે,


આ વાદળી પણ હરખ પદુડી થઈ ધોધમાર વરસી જાય છે, જ્યારે તું મને મળે છે,

આ તારલાઓ પણ સજી ધજી આકાશે આવી જાય છે, જ્યારે તું મને મળે છે,


આ દરિયો પણ ગાંડોતૂર થઈ છોળો ઉછાળે છે, જ્યારે તું મને મળે છે,

આ વૃક્ષોનું મોં મલકાય છે, જ્યારે તારી આંખડીમાં મારા માટે પ્રેમ છલકાય છે,


આ વાયુ પણ હરખઘેલા થઈ ચારેકોર મહેક પ્રસરાવી જાય છે,

જ્યારે તું મને મળે છે,

આ દિલ દિમાગ હૈયાને સુકુન મળે છે,

જ્યારે તું મને મળે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance