STORYMIRROR

Rajeshri Thumar

Romance

3  

Rajeshri Thumar

Romance

દિલ

દિલ

1 min
778

થયું આગમન અણધાર્યુ વર્ષાનું,

વરસી રહ્યું વાદળ રિમઝીમ - રિમઝીમ,


સંભળાયા કાને મીઠાં કલરવ પક્ષી તણા,

દેખાયો નાચતો મોર કરતો ટેહૂક - ટેહૂક,


જોવા અદભુત નજારો જોયું દિલ તણી બારીમાં,

જોયું થતું આગમન કોઈ મનોહર સ્વરૂપનું,


પડ્યા પાવન પગલાં જ્યાં મુંજ આંગણે,

આંગણ માટી બની ત્યાં જ કંચનવર્ણી,

જોઈ રહી એકીટશે કામણગારું મુખડું,

ડોલ્યું દિલ ને હૈયું ના રહ્યું હાથ,


જોતી જ રહી નયનમાં નયન પરોવી,

ભૂલ્યું ભાન સઘળું વિહવળ દિલ,

તુંજ એક સંમોહક બાણ તનુ,

વિંધાયું મુંજ દિલને જઈ પડ્યું તુંજ દિલ,


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance