દીકરી
દીકરી
દીકરી છે મનનો માળો
દીકરી નથી સાપનો ભારો,
દીકરી છે તુલસીનો ક્યારો
દીકરી છે જીવનનો આરો,
દીકરી છે બાપનું ઉર
દીકરી છે આંખનું નૂર,
દીકરી છે આસમાનની ઉડાન
દીકરી છે પરિવારનું અરમાન,
દીકરી વિના છે પિતા પાંગળો
દીકરી વિના છે માણસ આંધળો,
દીકરી છે ઘરની જ્યોત
દીકરી વિના છે પરિવારમાં ખોટ,
દીકરી છે જિંદગીની શરૂઆત
દીકરી છે મનનો વિશ્વાસ.
